Tag Archives: Gujarati News 29 February 2024

Gujarati News 29 February 2024

ડીકે શિવકુમારે કહ્યું – હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે

India Gujarat Today Latest News in Gujarati LIVE, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 February 2024: હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનાની શરુઆતમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દેશ, વિદેશ, ગુજરાત, રમત-ગમત સહિત તમામ ક્ષેત્રના તાજા સમાચાર અહીં વાંચો.

Gujarat Latest News in Gujarati, Gujarat Samachar (ગુજરાત સમાચાર) 29 February 2024 LIVE: આજે 29 ફેબ્રુઆરી 2024, ગુરુવાર છે. આજના દિવસના મહત્વના સમાચારની વાત કરીએ તો મધ્ય પ્રદેશમાં ભયંકર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં 14 લોકોના મોતના સમાચાર છે. જ્યારે પશ્વિમ બંગાળમાં સંદેશખાલી કેસમાં મુખ્ય આરોપી શાહજહાં શેખની ધરપકડ કરવામાં છે. તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા માર્ચ મહિનાની શરુઆતમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દેશ, વિદેશ, ગુજરાત, રમત-ગમત સહિત તમામ ક્ષેત્રના તાજા સમાચાર અહીં વાંચો.

ડીકે શિવકુમારે કહ્યું – હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે

હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે. આ જાહેરાત કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે હિમાચલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી.

Q3 માં ભારતનો GDP ગ્રોથ 8.4% રહ્યો

સરકારે ચાલુ વર્ષના નવેમ્બર મહિના માટે જીડીપીના આંકડા જાહેર કર્યા છે. સરકારે કહ્યું છે કે ત્રીજા મહિનામાં દેશની જીડીપી વૃદ્ધિ 8.4% ના દરે હતી. અર્થવ્યવસ્થાના આ આંકડા અગાઉના આંકડા કરતા ઘણા વધારે છે. દેશમાં ઉત્પાદન અને સરકારી ખર્ચમાં વધારો થવાને કારણે જીડીપીમાં ઉછાળો આવ્યો છે. ગુરુવારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસ (NSO) દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, ભારતીય અર્થતંત્રે ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (ઑક્ટોબર-ડિસેમ્બર 2023)માં 8.4 ટકાની વૃદ્ધિ નોંધાવી છે.

રશિયામાં લગભગ 20 લોકો ફસાયેલા છે – વિદેશ મંત્રાલય

રશિયામાં ફસાયેલા ભારતીયો અંગે વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું અમે જાણીએ છીએ કે લગભગ 20 લોકો ફસાયેલા છે. અમે તેમના વહેલા મુક્ત થવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છીએ.

ડીકે શિવકુમારે કહ્યું – હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે

હિમાચલ પ્રદેશમાં સુખવિંદર સુખુ જ મુખ્યમંત્રી તરીકે યથાવત્ રહેશે. આ જાહેરાત કોંગ્રેસ નેતા ડીકે શિવકુમારે હિમાચલમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહી હતી.

પીએમ મોદીએ મધ્ય પ્રદેશમાં 17,000 કરોડ રૂપિયાની વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશમાં આશરે 17,000 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કર્યો અને તેને રાષ્ટ્રને સમર્પિત કરી

ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વિટ કર્યું હતું કે રાજ્ય સરકારના કર્મયોગીઓ એ સુશાસનની વિભાવનાને સાકાર કરતો આધારસ્તંભ છે. આ કર્મયોગીઓ અને તેમના પરિવારજનોના હિતને ધ્યાને રાખીને આજે વિવિધ નિર્ણયો કર્યા. રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવામાં આવશે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023 થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના મંજૂર, 1 કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળી

PM સૂર્ય ઘર મફત વીજળી યોજના મંજૂર, 1 કરોડ ઘરોમાં 300 યુનિટ મફત વીજળી ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના એ એક સરકારી યોજના છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં ઘરોને મફત વીજળી પૂરી પાડવાનો છે. આ યોજના 15 ફેબ્રુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોન્ચ કરી હતી. આ અંતર્ગત પરિવારોને તેમના ધાબા પર સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવશે.

અબ્દુલ કરીમ ટુંડા નિર્દોષ જાહેર

1993ના સિરિયલ બ્લાસ્ટના આરોપી અબ્દુલ કરીમ ટુંડાને અજમેરની ટાડા કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે ટુંડા વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા મળ્યા નથી. 30 વર્ષ જૂના આ કેસમાં ન્યાયાધીશ મહાવીર પ્રસાદ ગુપ્તાએ અન્ય બે હમીદુદ્દીન અને ઈરફાનને આજીવન કેદની સજા સંભળાવી છે. આ કેસમાં મોહમ્મદ યુસુફ, મોહમ્મદ સલીમ, મોહમ્મદ નિસરુદ્દીન અને મોહમ્મદ ઝહીરુદ્દીનને સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે.નિસાર અહેમદ અને મોહમ્મદ તુફૈલ હજુ ફરાર છે.

ફેમિના મિસ ઈન્ડિયા ત્રિપુરા રિંકી ચકમાનું 29 વર્ષની વયે કેન્સરથી મૃત્યુ

મનોરંજન જગતમાંથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. મિસ ઈન્ડિયા ત્રિપુરા 2017નો ખિતાબ જીતનાર રિંકી ચકમાનું નિધન થઈ ગયું છે. 29 વર્ષની ઉંમરે રિંકીએ આ દુનિયાને અલવિદા કહી દીધું. રિંકી 2022 થી કેન્સર સામે લડી રહી હતી. રિપોર્ટ્સ અનુસાર તેને બ્રેસ્ટ કેન્સર હતું.